ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે શુક્રવારે રમાયેલી મેચમાં બુમરાહ આ ઉપલબ્ધિ મેળવી હતી. હવે બુમરાહના નામે 45 મેચમાં 53 વિકેટ છે. બુમરાહે રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધા છે. 52 વિકેટ લઈને અશ્વિન અને ચહલ હવે બીજા સ્થાન પર છે. ચહલે 36 અને અશ્વિને 46 મેચમાં આટલી વિકેટ ઝડપી છે.
બુમરાહ લાંબા સમય પછી ઈજામાંથી બહાર આવ્યો છે. ઈજામાંથી બહાર આવ્યા બાદ ઇન્દોરમાં રમાયેલી બીજી ટી -20 મેચમાં બુમરાહે પ્રથમ મેચ રમી હતી. તેનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. તેણે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી.