ડેબ્યૂ ટેસ્ટ વર્ષમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ક્રિકેટર બન્યો બુમરાહ, જાણો વિગત
મેન ઓફ ધ મેચ બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં તેની સફળતામાં રણજી ટ્રોફીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, અમે આકરી ટ્રેનિંગ લઈએ છીએ અને રણજી ટ્રોફીમાં લાંબા સ્પેલ નાંખવાની આદત છે. તેથી શરીર આ માટે તૈયાર રહે છે. મારું ધ્યાન હંમેશાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં રમવું મારું પહેલાથી સપનું રહ્યું છે. જ્યારે મેં દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું ત્યારે ખુશ હતો. મેં ધીમે ધીમે રમવાનું શરૂ કર્યું. ઈંગ્લેન્ડમાં અલગ પ્રકારનો અનુભવ હતો. ઓસ્ટ્રેલિયામાં રમવાનો પણ અલગ પ્રકારનો અનુભવ છે. શરૂઆત સારી થઈ છે અને ભવિષ્યમાં પણ આવું પ્રદર્શન કરતો રહીશ તેવી આશા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલબોર્નઃ ભારતે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવવાની સાથે જ 37 વર્ષ બાદ મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી હતી. આ જીત ભારતની ટેસ્ટ ક્રિકેટમાં 150મી જીત છે. મેચમાં શાનદાર બોલિંગ કરીને ભારતને ઐતિહાસિક જીત અપાવનારા બોલર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બુમરાહે પ્રથમ ઈનિંગમાં 33 રનમાં 6 અને બીજી ઈનિંગમાં 53 રનમાં 3 વિકેટ લીધી હતી.
ડેબ્યૂ ટેસ્ટ વર્ષમાં બુમરાહે 48 વિકેટ લીધી છે. જે કોઈપણ ભારતીય ટેસ્ટ બોલરનું ડેબ્યૂ વર્ષમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ઓસ્ટ્રેલિયાના ટેરી એલ્ડરમેને 1981માં ડેબ્યૂ વર્ષમાં 54 વિકેટ લીધી હતી. જે રેકોર્ડ આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી. લિસ્ટમાં બીજા નંબરે રહેલા વેસ્ટ ઈન્ડિઝના કર્ટલી એમ્બ્રોસે 1988માં ડેબ્યૂ વર્ષમાં 49 વિકેટ લીધી હતી. બુમરાહ 48 વિકેટ સાથે લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના સ્ટીવ ફિને 2010માં ડેબ્યૂ વર્ષમાં 46 વિકેટ ઝડપી હતી અને તે ચોથા નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -