નવીદિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે બૂમરાહની સર્જરીને લઈને કહ્યું હાલ તેની જરૂર નથી. પરંતુ બૂમરાહલ આ વર્ષે ભારતમાં કોઈ સીરીઝ નહી રમી શકે અને આગામી વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વાપસી કરી શકે તેવી આશા છે.
ભારતને ઘરેલૂ જમીન પર આગામી ત્રણ મહિના બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સાથે સીરીઝ રમવાની છે.
વેસ્ટઈન્ડિઝ પ્રવાસ બાદ બૂમરાહને સ્ટ્રેસ ફેક્ચરના કારણે ટીમમાંથી બહાર થવું પડ્યું હતું અને ઓક્ટોબરમાં સારવાર માટે ઈંગ્લેન્ડ જવું પડ્યું હતું. બીસીસીઆઈ વધારે કોઈ જાણકારી નથી આપી પરંતુ બૂમરાહની ઈજાને સામાન્ય ગણાવી છે.
ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે જણાવ્યું કે બૂમરાહની ઈજા સામાન્ય છે અને ફાસ્ટ બોલરો સાથે આવુ બને છે.અરૂણે એ વાતની આશા વ્યક્ત કરી કે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા બૂમરાહ ટીમ સાથે જોડાઈ જશે.
ક્રિકેટર બૂમરાહની ઈજા અને સર્જરીને લઈ બોલિંગ કોચે આપી જાણકારી, આ સીરીઝમાં કરી શકે છે વાપસી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Oct 2019 05:09 PM (IST)
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને લઈને મોટું નિવેદન આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -