ટ્વીટમાં લખ્યુ- સંજૂ સેમસન માટે આ શાનદાર મોકો છે, અને અને યોગ્ય સમયે ગેમમાં રમાયેલો શૉટ. ટી20 ટીમમાં સિલેક્શન માટે અભિનંદન. હલકા હાથ, સ્ફૂર્તિલા પગ અને આશા છે કે સંતુલિત માથુ.... જાઓ સંજૂ આ તારો સમય છે, જે લાંબા સમયથી ન હતો આવ્યો...
ગૌતમ ગંભીરે સંજૂ સેમસન માટે ટ્વીટ કર્યુ છે, આ મોકો છે બન્ને હાથથી ઉઠાવી લેજે. ઉલ્લેખનીય છે કે, ગંભીર છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમમાં સિલેક્શન માટે સંજૂ સેમસનની તરફેણ કરતો હતો, હવે તેને ટીમમાં મોકો મળ્યો છે. સંજૂ સેમસન ગંભીરની સાથે આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે.
ખાસ વાત છે કે, હાલમાં વિજય હજારે ટ્રૉફીમાં ડબલ સેન્ચૂરી ફટકારીને સિલેક્ટર્સને સિલેક્ટ કરવા માટે સંજૂએ મજબૂર કરી દીધા હતા.