✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેસ્ટ સિરીઝ જીતાડવામાં હીરો આ ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં નહીં રમે? જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 10:14 AM (IST)
ટેસ્ટ સિરીઝ જીતાડવામાં હીરો આ ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં નહીં રમે? જાણો શું છે કારણ
1

રિપોર્ટ્સ અનુસાર, ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની જગ્યાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચોની સીરીઝમાં મોહમ્મદ સિરાજને સમાવવામાં આવ્યો છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની ટી20માં પણ બુમરાહ નથી, ત્યાં તેની જગ્યાએ સિદ્વાર્થ કૌલને સમાવવામાં આવ્યો છે.

2

ટીમ ઈન્ડિયા માટે બુમરાહે અત્યાર સુધી 44 વનડે મેચોમાં 21.01ની સરેરાશથી 78 વિકેટ તો 40 ટી20માં 20.47ની સરેરાશથી 48 વિકેટ ઝડપી છે. તે ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર છે.

3

આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કોચ તથા કેપ્ટન ઉપરાંત દરેકે ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પૂજારા અને બુમરાહની ભૂમિકાના વખાણ કર્યાં હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારતના તમામ દિગ્ગજોએ બુમરાહને આવનારા સમયનો મહાન બોલર કહ્યો હતો.

4

બુમરાહે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરિઝમાં 17ની સરેરાશથી 21 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેણે આ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર 1 રહ્યો હતો.

5

મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધી માત્ર ત્રણ ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 49.33ની સરેરાશથી ત્રણ વિકેટ ઝડપી છે. સંભાવના છે કે તેને વન-ડે ડેબ્યૂ કરવાની તક મળે. બીજી તરફ સિદ્ધાર્થ પણ ત્રણ વનડે રમ્યો છે.

6

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર 70 વર્ષ બાદ કબજો જમાવવામાં મહત્વનો ભાગ ભજવેલા બૉલર જસપ્રીત બુમરાહને વનડે સીરીઝમાંથી પડતો મુકાયો છે. ટીમ મેનેજમેન્ટ અનુસાર બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટેસ્ટ સિરીઝ જીતાડવામાં હીરો આ ભારતીય ક્રિકેટર ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં નહીં રમે? જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.