2019નું વર્ષ કેવું રહ્યું? જસપ્રિત બુમરાહે ટ્વિટર પર કર્યો ખુલાસો
abpasmita.in | 01 Jan 2020 10:11 AM (IST)
બુમરાહે 2019નો અંત વન-ડેમાં વિશ્વના નંબર વન બોલર તરીકે કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજામાંથી બહાર આવ્યા બાદ 5 જાન્યુઆરીથી ક્રિકેટના મેદાન પર વાપસી કરવાના છે. શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટી20 મેચનો ભાગ બની શકે છે. જ્યારે વર્ષ 2019ના અંતિમ દિવસે જસપ્રીત બુમરાહે એક ટ્વીટ કર્યું અને જણાવ્યું કે, તેના માટે આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું અને યાદગાર રહ્યું અને તે આગામી વર્ષે ઘણુંબધું મેળવવા માગે છે. બુમરાહે પોતાના ટ્વિરટર હેન્ડલ પર તે તસવીરો અપલોડ કરતા લખ્યું છે કે 2019નું વર્ષ મેદાનની અંદર અને બહાર સિદ્ધિઓ, શીખવાનું, આકરી મહેનત અને સુખદ યાદોનું વર્ષ રહ્યું છે. વર્ષ 2020માં જે પણ મેળવીશ તેની રાહ જોઈ રહ્યો છું. નોંધનીય છે કે બુમરાહે 2019નો અંત વન-ડેમાં વિશ્વના નંબર વન બોલર તરીકે કર્યો છે. જ્યારે ટેસ્ટ રેન્કિંગમાં તે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. આ વર્ષે બુમરાહ હરભજન સિંહ અને ઈરફાન પઠાણ બાદ ટેસ્ટમાં હેટ્રિક લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો છે.