સૌથી વધુ વિકેટ લેનારી આ ભારતીય મહિલા બોલરની ખુલ્લી ચેલેન્જ, કહ્યું- છે કોઈ જે મારી બોલિંગનો સામનો કરી શકે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Feb 2020 07:48 AM (IST)
ઝૂલનના આ ટ્વિટ બાદ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ જવાબ આપતા એક ટ્વિટ કર્યું.
નવી દિલ્હીઃ ભારત મહિલા ક્રિકેટર ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીની બોલિંગનો સામનો કરવો મુશ્કેલ કામ છે. પોતાની એક્શન અને ઉંચાઈને કારણે તે માત્ર ફાસ્ટ બોલિંગ જ નથી કરતી પરંતુ સારા બાઉન્સ પણ ફેંકે છે. વનડેમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ પણ ગોસ્વામીના નામે છે. 5 ફુટ, 11 ઇંચની ઝૂલન ગોસ્વામી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. લાગે છે કે ક્રિકેટમાં અનેક વર્ષો સુધી બોલિંગ કર્યા બાદ હવે તે દિગ્ગજ ક્રિકેટરોને ટક્કર આપવા માગે છે. ગોસ્વામી પોતાના એટ ટ્વીટને કારણે ચર્ચામાં છે જેમાં તેણને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા અને દીપ દાસ ગુપ્તાને ટેગ કરતાં કહ્યું કે, છે કોઈ જે મારા બોલનો સામનો કરી શકે. ઝૂલનના આ ટ્વિટ બાદ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ જવાબ આપતા એક ટ્વિટ કર્યું. જો કે, પહેલા તો તેમણે ના પાડી પરંતુ પછી લખ્યું કે આ મુકાબલો ખૂબ જ મજેદાર રહેશે. આપને જણાવી દઈએ કે ઝુલન ગોસ્વામી પોતાના એક્શન અને લાંબા કદના કારણે માત્ર ઝડપી બોલિંગ નહીં પરંતુ સારી બાઉન્સ પણ કરે છે. વુમન ક્રિકેટમાં વન ડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રિકોર્ડ તેમના નામે છે.