નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચનને પોતાની સુપરહિટ ફિલ્મોથી ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, પણ લોકોના દિલમાં પણ અમિટ છાપ છોડી છે. બીગ બીની સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગ દિવસેને દિવસે વધી રહી છે. ટ્વિટર પર તેમના 40 મિલિયન એટલે કે 4 કરોડ ફોલોઅર્સ બની ગયા છે. ટ્વિટર પર તેમના પીએમ મોદી બાદ સૌથી ફોલોઅર્સ છે.
બીગ બી ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારા એક્ટરમાં પણ પ્રથમ નંબરે છે. અમિતાભના ટ્વિટર પર 40 મિલિયન ફોલોઅર્સ જોઈને ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. અમિતાભ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે.
અમિતાભ બાદ સૌથી વધુ ફોલોઅર્સ શારુખ ખાન અને સલમાન ખાનના છે. શાહરુખના ફેન ફોલોવર્સની સંખ્યા 39.8 મિલિયન છે અને સલમાન ખાનની 39.1 મિલિયન છે.
વર્કફંટની વાત કરીએ તો અમિતાભ જલ્દીજ અનેક ફિલ્મોમાં નજર આવશે. જેમાં ચેહરે, ગુલાબો સિતાબો, બ્રહ્માસ્ત્ર અને ઝુંડ જેવી ફિલ્મો સામેલ છે.