સ્મિથ ગરદન ઉપર બોલ વાગ્યા બાદ જમીન ઉપર પડેલો હતો ત્યારે આર્ચરની એક હસતાં ચહેરાવાળી તસવીર કેમેરામાં કેદ થઈ હતી જેની ચોમેરથી આકરી ટીકાઓ થઈ હતી. ત્યારબાદ તેણે આ બાબતે ખુલાસો પણ કર્યો હતો. હવે આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં આર્ચરની વર્ષો જૂની એક ટ્વિટ વાઇરલ થઈ રહી છે.
જોફ્રા આર્ચરે ૨૦૧૩ની પાંચમી માર્ચે એક ટ્વિટ કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે તમામ બેટ્સમેનોએ બે હેલ્મેટ ખરીદી લેવી જોઈએ કારણ કે જ્યારે આપણે આમનેસામને થઈશું ત્યારે તેની જરૂર પડશે.
નોંધનીય છે કે આર્ચરનો ૧૪૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળો બાઉન્સર સ્મિથના ડાબા કાનની નીચેના ભાગમાં વાગ્યો હતો જેના કારણે સ્મિથ ગ્રાઉન્ડ ઉપર પડી ગયો હતો. સ્મિથ બાદ સબસ્ટિટયૂટ તરીકે આવેલા માર્નસ લાબુશેનને પણ આર્ચરના બાઉન્સર્સથી ઘણી મુશ્કેલી પડી હતી.