નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથના ગળા પર મારો બોલ વાગ્યો હતો ત્યારે હું ગભરાઇ ગયો હતો પરંતુ જ્યારે સ્મિથ ઉઠ્યો ત્યારે આર્ચરે રાહતના શ્વાસ લીધા હતા. જ્યારે સ્મિથને બોલ વાગ્યો અને આર્ચરની જે પ્રતિક્રિયા આપી હતી તેનાથી ક્રિકેટ જગતમાં તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે લોડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરની એક બોલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથના કાનની નીચે ગળામાં વાગ્યો હતો જેનાથી ખેલાડીઓ ગભરાઇ ગયા હતા. આર્ચરનો બોલ વાગ્યા બાદ સ્ટીવ સ્મિથ તરત જ મેદાન પર પડી ગયો હતો અને થોડા સમય બાદ રિટાયર્ડ થઇને મેદાનની બહાર જતો રહ્યો હતો.
સ્મિથને જ્યારે બોલ વાગ્યો ત્યારે તે 80 રન બનાવી ચૂક્યો હતો. સ્મિથ સતત ત્રીજી એશિઝ સદીની નજીક પહોંચી ગયો હતો. બોલ વાગ્યા બાદ આર્ચર સ્મિથ પાસે ગયો નહોતો અને અમ્પાયર તરફ જતો રહ્યો પરંતુ હવે આર્ચરે કહ્યું કે, બેટ્સમેનને ઇજા પહોંચાડવાની રણનીતિ ક્યારેય હોતી નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેઇને કહ્યુ કે, સ્મિથ ત્રીજી મેચમાં રમશે અથવા નહી તેના પર કાંઇ કહેવું જલદી ગણાશે. તે 100 ટકા ફીટ થશે ત્યારે ત્રીજી મેચમાં રમશે.
જોફ્રા આર્ચરે કહ્યું- સ્ટીવ સ્મિથને જ્યારે બોલ વાગ્યો ત્યારે તે ગભરાઇ ગયો હતો.
abpasmita.in
Updated at:
19 Aug 2019 08:28 PM (IST)
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથના ગળા પર મારો બોલ વાગ્યો હતો ત્યારે હું ગભરાઇ ગયો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -