BCCIના CEO રાહુલ જૌહરીને લાગ્યો #Metoo નો ઝટકો, ICCની બેઠકમાં હાજર નહીં રહી શકે
નવી દિલ્હીઃ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલ બીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) રાહુલ જૌહરી સિંગાપુરમાં આસીસીની મળનારી આગામી બેઠકમાં ભાગ નહીં લઈ શકે. તેમના બદલે BCCIના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી ICCની બેઠકનું પ્રતિનિધિત્વ કરશે. ICCની આ બેઠકમાં સિંગાપુરમાં 16થી 19 ઓક્ટોબર વચ્ચે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBCCIના COA પ્રમુખ વિનોદ રાયના જણાવ્યા મુજબ રાહુલને વિસ્તૃત સ્પષ્ટીકરણ માટે 14 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ મેં તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ મુદ્દે 14 દિવસ સુધી ખેંચી ન શકાય કેમકે તેનાથી BCCIનું કામ પ્રભાવિત થશે. જોકે તેઓ પોતાના વકીલોની સાથે ચર્ચા કરવા માગે છે, તેથી મેં તેમને ICCની બેઠકથી છૂટ મેળવવાની મંજૂરી આપી દીધી છે.
MeToo કેમ્પેન અંતર્ગત એક મહિલા લેખકે BCCIના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રાહુલ જૌહરી પર યૌન શોષણના આરોપ લગાવ્યાં છે. 2016માં BCCIમાં આવતાં પહેલાં જૌહરી ડિસ્કવરી નેટવર્ક એશિયા-પેસિફિક (દક્ષિણ એશિયા)ના કાર્યકારી ઉપાધ્યક્ષ હતા. તેમના પર મહિલા લેખકે નોકરી આપવાના બદલે ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. હરનિદ્ધ કૌરે પોતાના ટ્વીટર હેન્ડલ પર કેટલાંક સ્ક્રીનશોટ્સ પણ જાહેર કર્યાં હતા જેમાં તેને આપવીતી લખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -