નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. આઇપીએલ ટૂર્નામેન્ટ પણ પુરી થઇ ચૂકી છે. બધી ટીમો વર્લ્ડકપ માટે કમર કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે ક્રિકેટના દિગ્ગજ અને સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ખેલાડી જ્હોન્ટી રોહડ્સે ભારતીય ટીમ માટે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. જ્હોન્ટી રોહડ્સનું માનવુ છે કે, ભારતીય ટીમ પાસે શાનદાર 15 ખેલાડીઓ છે પણ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર નથી.


જ્હોન્ટી રોહડ્સે કહ્યું કે, વર્લ્ડકપના ફોર્મેટમાં ફેરફારના કારણે બધા માટે રસ્તાં ખુલ્યા છે. વર્લ્ડકપ 2019 રાઉન્ડ રાબિન ફોર્મેટમાં રમાશે જેમાં દસ ટીમો એક બીજાની સામે ટકરાશે અને ટૉપની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.



જ્હોન્ટી રોહડ્સ કહ્યું વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ સંતુલિત છે પણ બીજી ટીમો પણ તેનાથી કમ નથી. જ્હોન્ટી રોહડ્સે પ્રેસ ટ્રસ્ટમાં કહ્યું, 'ભારતની પાસે ભલે 15 શાનદાર ખેલાડીઓ છે, પણ છે બીજી ટીમો પણ કમ નથી. વર્લ્ડકપમાં કેટલીક મજબૂત ટીમો છે અને પરિસ્થિતિ અનુસાર પ્લેઇંગ ઇલેવન પર નિર્ભર રહેશે.'