India vs Pakistan junior men's hockey final 2023: હોકી આપણા દેશની રાષ્ટ્રીય રમત છે અને તેમાં દેશના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે છે, પછી તે સિનિયર મહિલા હોય કે પુરૂષોની ટીમ કે પછી જુનિયર પુરુષ કે મહિલા ટીમ. તાજેતરમાં જુનિયર મેન્સ હોકી એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતા. જેમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારત ચાર વખત જુનિયર હોકી ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે. આ પહેલા પાકિસ્તાને 3 વખત આ ખિતાબ જીત્યો હતો.






આ રીતે ભારત vs પાકિસ્તાન હોકી ફાઇનલ મેચ


ડોફાર મ્યુનિસિપાલિટી મેન્સ જુનિયર એશિયા કપ 2023ની ફાઇનલ મેચની વાત કરીએ તો, ભારતના અંગદબીર સિંહે 13મી મિનિટે ગોલ કર્યો હતો. આ પછી 20મી મિનિટે અરિજીત સિંહે બીજો ગોલ કરીને પાકિસ્તાન પર 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ પછી અબ્દુલ બશારતે 17મી મિનિટે પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ કર્યો અને ભારતે મેચ 2-1થી જીતી લીધી. આટલું જ નહીં ભારતીય જુનિયર હોકી ટીમ મલેશિયામાં યોજાનાર ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન મેન્સ જુનિયર વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ છે.


8 વર્ષ બાદ જૂનિયર એશિયા કપનું આયોજન


તમને જણાવી દઈએ કે જૂનિયર વર્લ્ડ કપ છેલ્લે 2015માં યોજાયો હતો, જેમાં ભારત જીત્યું હતું. અગાઉ 2004 અને 2008માં પણ ભારત એશિયા કપ હોકીનો ખિતાબ જીતી ચૂક્યું છે. આ સાથે જ પાકિસ્તાને 1987, 1992 અને 1996માં હોકી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.


ભારતીય ટીમના દરેક ખેલાડીને 2 લાખનું ઈનામ મળશે


જુનિયર એશિયા કપની ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતીય ટીમના દરેક ખેલાડીને ઈનામી રકમ તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. સપોર્ટ સ્ટાફને એક-એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ મેચમાં ભારતીય કેપ્ટન ઉત્તમ સિંહને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જેમની કપ્તાનીમાં ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટમાં, ભારતે 50 ગોલ કર્યા હતા અને તેમની સામે માત્ર 4 ગોલ કર્યા હતા.