સિડનીની બીજી ટી20માં હાર્દિક પંડ્યાએ રમેલી આક્રમક અને મેચ જીતાઉ ઇનિંગથી લેન્ગર ઇમ્પ્રેસ થયો છે. પંડ્યાએ મેચમાં 22 બૉલમાં 42 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને મેચ સાથે સીરીઝ જીતાડી આપી હતી. લેન્ગરે પાંડ્યાના પ્રદર્શનને અવિશ્વસનીય પ્રદર્શન ગણાવતા પ્રસંશા કરી, અને તેની સરખામણી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી દીધી.
લેન્ગરે મેચ બાદ વર્ચ્ચૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, આ ગેમનું અવિશ્વસનીય પ્રદર્શન હતુ, અમે જાણીએ છીએ કે પંડ્યા કેટલો ખતરનાક છે. પહેલા ધોની હતો અને આજે પંડ્યાએ વાસ્તવમાં સારી રમત રમી છે. આ એક ગ્રેટ ઇનિંગ હતી.
ઓસ્ટ્રેલિયન કૉચ લેન્ગરે આગળ કહ્યું- આખી મેચ એક સમયે અમારી બહુ નજીક હતી, અમારી ફિલ્ડિંગ સારી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના અનુભવી ટી20 ખેલાડીઓએ અમારાથી સારુ કરી બતાવ્યુ.