Pro Kabaddi - ગયા વર્ષે કોરોના મહામારીના કારણ આ પ્રૉ કબડ્ડી લીગનુ આયોજન ન હતુ થઇ શક્યુ. આવામાં ફેન્સ લાંબા સમય બાદ આનો રોમાંચ લઇ રહ્યાં છે. પ્રૉ કબડ્ડી લીગની (Kabaddi) 8મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. તમામ 12 ટીમો બેંગ્લુરુના શેરાટૉન વ્હાઇટફિલ્ડ ગ્રાઉન્ડમાં ધમાલ મચાવી રહી છે.
પ્રૉ કબડ્ડી લીગ 2021ની તમામ ટીમો -
દબંગ દિલ્હી (Dabang Delhi)
ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)
હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)
પટના પાઇરેટ્સ (Patna Pirates)
બંગાળ વૉરિએર્સ (Bengal Warriors)
બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)
પુણેરી પલ્ટન (Puneri Paltan)
તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas)
તેલુગુ ટાઇટન્સ (Telugu Titans)
યુપી યોદ્ધા (UP Yoddha)
યૂ મુમ્બા (U Mumba)
સૌથી વધુ સક્સેસ પટના પાઇરેટ્સ
પ્રૉ કબડ્ડી લીગમાં અત્યાર સુધી કુલ 5 ટીમો ખિતાબ જીતી ચૂકી છે. આમાં સૌથી સક્સેસ પટના પાઇરેટ્સ રહી છે, પટના પાઇરેટ્સે સર્વાધિક ત્રણ વાર ટાઇટલ પોતાના નામે કર્યુ છે. જ્યારે જયપુર પિન્ક પેન્થર્સ, યૂ મુમ્બા, બેંગ્લુરુ બુલ્સ અને બંગાળ વૉરિએર્સ એક-એક ટ્રૉફી જીતી શકી છે.
પ્રૉ કબડ્ડીના નિયમો-
પ્રૉ કબડ્ડી લીગમાં 20-20 મિનીટના બે હાફ હોય છે. દરેક હાફને મેચ દરમિયાન 5-5 સબસ્ટીટ્યૂટ ખેલાડી પણ હોય છે. તમામ ટીમોને ટાઇમ આઉટની સાથે સાથે પહેલા હાફ બાદ કોર્ટ બદલવાની પણ જોગવાઇ છે. રેફરીના ફેંસલાને ચેલેન્જ કરવા માટે ટીમને મેચમાં એક રિવ્યૂ પણ મળે છે.
2014થી થઇ છે લીગની શરૂઆત
આ વખતે સિઝનને કઇ ટીમ જીતશે એ તો ભવિષ્ય જ નક્કી કરશે. પરંતં હવે જ્યારે 2014માં આ લીગની શરૂઆત થઇ હતી તે દરમિયાન કોઇ ન હતુ જાણતુ કે આટલી બધી પ્રસિદ્ધિ મળશે. 8 ટીમો સાથે આ લીગની શરૂઆત થઇ હતી, અને હવે આમાં 12 ટીમે અત્યારે રમી રહી છે. એટલુ જ નહીં ખેલાડીઓની સેલેરી પણ કરોડો રૂપિયામાં મળી રહી છે.