આજથી અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડકપ: 12 ટીમ વચ્ચે જામશે જંગ
કબડ્ડી વર્લ્ડકપમાં 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વેચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના જ્યારે ગ્રુપ-Bમાં ઇરાન, થાઇલેન્ડ, જાપાન, યુએસએ, પોલેન્ડ અને કેન્યાનો સમાવેશ થાય છે. આ તમામ મુકાબલા રાત્રે 8થી રાત્રે 9 કલાકે રમાશે. ભારતીય ટીમની કમાન અનુપ કુમારને સોપવામાં આવી છે. 7 ઓક્ટોબરે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચથી 2016 કબડ્ડી વર્લ્ડકપનો પ્રારંભ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકબડ્ડી વર્લ્ડકપ માટે ભારતીય ટીમ: અનુપ કુમાર (કેપ્ટન, હરિયાણા), અજય ઠાકુર (હિમાચલ પ્રદેશ),રાહુલ ચૌધરી (ઉત્તર પ્રદેશ), દિપક હુડ્ડા (હરિયાણા), ધર્મરાજ ચેલારાથન (તમિળનાડુ), જસવીર સિંઘ (હરિયાણા), કિરણ પરમાર (અમદાવાદ), મનજીત ચિલ્લર (વાઇસ કેપ્ટન, પંજાબ), મોહિત ચિલ્લર (પંજાબ), નીતિન તોમર (ઉત્તર પ્રદેશ), પ્રદીપ નરવાલ (હરિયાણા), સંદીપ નરવાલ, સુરીન્દર નાડા સુરજીત (હરિયાણા)
અમદાવાદ: આજથી અમદાવાદમાં 12 દેશો વચ્ચે કબડ્ડી વર્લ્ડ કપ 2016નો પ્રારંભ થનાર છે. ઇરાન - અમેરિકા વચ્ચે આજથી રમાનારા મુકાબલા સાથે કબડ્ડી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. નવ વર્ષ પહેલાં શરૂ થયેલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, ઇંગ્લેન્ડ, પોલેન્ડ, કેન્યા તથા આર્જેન્ટિનાની નવી ટીમોને સામેલ કરવામાં આવી છે. પરંપરાગત સાઉથ એશિયન રમત પૂરા વિશ્વમાં લોકપ્રિય બની રહી છે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇરાન, પોલેન્ડ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ કોરિયા, જાપાન, આર્જેન્ટિના તથા કેન્યાની ટીમો ભાગ લઇ રહી છે. સરહદ ઉપર વધી રહેલા તનાવના કારણે ભારતની પરંપરાગત હરીફ પાકિસ્તાનને આ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ટ્રોફીના અનાવરણ પ્રસંગે ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના (આઇકેએફ) પ્રમુખ જનાર્દનસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે વિશ્વ સ્તરે કબડ્ડીને લોકપ્રિય બનાવવા માટે આ વર્લ્ડ કપ મહત્વપૂર્ણ સાબિત થશે. મને ખાતરી છે કે વિશ્વની અન્ય ટીમો તેમના દેશના લોકો કબડ્ડીને કારકિર્દી તરીકે અપનાવવા માટે પ્રેરણાદાયી રમતનું પ્રદર્શન કરશે.ભારત અગાઉ મુંબઈ ખાતે 2004 તથા 2007માં રમાયેલા વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ચૂક્યું છે. આમ તેની પાસે ટાઈટલની હેટ્રિકની તક છે.
ગણતરી કેવી રહેશે :વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને ઇરાન વચ્ચે રમાય તેવી પૂરી સંભાવના છે. સેમિફાઇનલમાં પહોંચનારી બે અન્ય ટીમોમાં બાંગ્લાદેશ તથા સાઉથ કોરિયા હોઇ શકે છે. જો ગણતરી ખોટી પણ પડે તો આ વૈશ્વિક કબડ્ડી માટે સારી રહેશે કારણ કે નવા રાષ્ટ્રની સાથે નવા સ્ટાર પણ સપાટી પર આવશે.
ભારત અને સાઉથ કોરિયાના મુકાબલા સાથે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. શુક્રવારે જ ઇરાન તથા કબડ્ડી વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભાગ લઇ રહેલી અમેરિકાની ટીમો વચ્ચે બીજો મુકાબલો થશે. તમામ 12 ટીમને છ-છના બે ગ્રૂપમાં રાખવામાં આવી છે. ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટ મુજબ રમાશે અને બંને ગ્રૂપની બે ટોચની ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. 22મી ઓક્ટોબરે ફાઇનલ મુકાબલા રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -