નવી દિલ્હીઃ ભારત સામેની ટી-20 શ્રેણી પહેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ માઈન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. રબાડાએ કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવો પડકારજનક હશે પરંતુ તે નીડર થઈને તેની સામે બોલિંગ કરશે.




રબાડાએ કહ્યું, વન ડે અને ટી-20 ફોર્મેટમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ છે. તે મહાન ખેલાડી છે. તેની સામે બોલિંગ કરવી કોઈ પણ સંજોગોમાં સરળ હોતી નથી. અમે નીડર થઈને તેની સામે બોલિંગ કરીશું. વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સામે બોલિંગ કરવી અલગ જ મજા છે. મારો હેતુ કોહલીને કોઈપણ સંજોગમાં આઉટ કરવાનો છે. આ માટે મેં સિક્રેટ પ્લાન પણ બનાવ્યો છે.



હાલ ખરાબ તબકકામાંથી પસાર થઈ હેલી સાઉથ આપ્રિકાની ટીમ માટે વિશ્વની ટોચની ટીમ ભારત સામે ટી-20 અને ટેસ્ટ સીરિઝમાં ખુદને સાબિત કરવાનો સોનેરી મોકો છે. પ્રવાસી ટીમમાં રબાડા અને કેપ્ટન ક્વિંટન ડી કોક સૌથી અનુભવી ખેલાડી છે.