નવી દિલ્હીઃ ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ પોતાનું 'ચંદ્રયાન-2' મિશન 95 ટકા પૂર્ણ કરી લીધુ, જોકે કેટલાક કારણોસર ચંદ્રમાંની ધરતી પર યોગ્ય રીતે વિક્રમ લેન્ડરે લેન્ડિંગ ના કર્યુ અને મિશન અટવાઇ ગયુ હતુ. ભારતના 'ચંદ્રયાન-2' મિશનને લઇને પાકિસ્તાની લોકોથી લઇને મીડિયા અને મંત્રીઓ સહિતના લોકોએ વિચિત્ર નિવેદનો આપવાના શરૂ કર્યા હતા. હવે બૉલીવુડના ફેમસ સિંગર અદનાના સામીએ એક વીડિયો શેર કરીને પાકિસ્તાનીઓના અંતરિક્ષ મિશનની પોલ ખોલી નાંખી છે. અદનાના સામીએ એક ફની વીડિયો શેર કરીને પાકિસ્તાનની જોરદાર મજાક ઉડાવી છે.

સિંગર અદનાન સામીએ શેર કરેલા વીડિયોમાં મજાક સ્પષ્ટ દેખાઇ રહી છે. વીડિયોમાં અદનાન સામીએ પાકિસ્તાનનું અંતરિક્ષ મિશન બતાવ્યુ છે. આ વીડિયો ખુબજ ફની છે. આને જોઇને કોઇપણ હંસી હંસીને લોટપોટ થઇ જશે.



વીડિયોમાં કેટલાક પાકિસ્તાની શખ્સો (પાકિસ્તાની વૈજ્ઞાનિકો) ભેગા થઇને અંતરિક્ષ મિશન અંતર્ગત એક યાન મોકલી રહ્યાં છે, જે મેડ ઇન પાકિસ્તાન છે, યાનની નીચે આગ લગાડવામાં આવી અને બાદમાં તેને અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યુ હતુ.


આ વીડિયો પાછળ એક ગીત વાગી રહ્યું છે, જે ઇમરાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફની કોઇ રેલીનું છે. આ વીડિયોના અંતમાં પાકિસ્તાની મિનીસ્ટર ફવાદ ચૌધરી જેવો કોઇ શખ્સ નાચતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થતાં પાકિસ્તાની યૂઝર્સ ગુસ્સે ભરાઇ ગયા હતા.