આઇસીસીના આ રિપોર્ટ બાદ હવે કેન વિલિયમસન અને ધનંજયને 14 દિવસની અંદર બૉલિંગ એક્શન ટેસ્ટમાંથી પાસ થવુ પડશે. આ ટેસ્ટ 18 ઓગસ્ટથી 14 દિવસની અંદર કરાવવામાં આવશે, ત્યાં સુધી બન્ને ખેલાડીઓ બૉલિંગ ચાલુ રાખી શકશે.
આ બન્ને બૉલરોની બૉલિંગ એક્શન શંકાસ્પદ હોવાની ફરિયાદ આઇસીસી સુધી પહોંચતા મામલો ગરમાયો છે. કેન વિલિયમસને અત્યાર સુધી 73 મેચોમાં 29 વિકેટ લીધી છે, જ્યારે છઠ્ઠી ટેસ્ટ રમી રહેલા ધનંજય 33 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.
નોંધનીય છે કે, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ટેસ્ટી સીરીઝ ચાલી રહી છે, હવે બીજી ટેસ્ટ 22 થી 26 ઓગસ્ટે રમાશે.