જસપ્રીત બુમરાહે મને ખોટો સાબિત કર્યોઃ કપિલ દેવ
અગાઉ કપિલ દેવે બુમરાહની અનોખી એક્શનને લઇને કહ્યું હતું કે, મને લાગે છે કે બુમરાહ જે એક્શનથી બૉલિંગ કરે છે તે લાંબો સમય નહીં ટકી શકે. જોકે, હવે કપિલે કહ્યું કે, બુમરાહ એક શાનદાર બૉલર છે, તેની માનસિક સ્થિતિ બહુજ સ્ટ્રૉન્ગ છે. બુમરાહના રૂપમાં ટીમ ઇન્ડિયાને એક સારો બૉલર મળ્યો છે.
કપિલે બુમરાહની બૉલિંગ એક્શનને લઇને કરેલા નિવેદનને લઇને કહ્યું કે બુમરાહે મને ખોટો સાબિત કરી દીધો.
ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટમાં બુમરાહે ઘાતક બૉલિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની નવ વિકેટ ઝડપી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાને હાર મળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં બુમરાહને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 137 રને ઓસ્ટ્રેલિયાને માત આપીને સીરીઝમાં 2-1થી લીડ મેળવી છે, આ સાથે જ ટીમ ઇન્ડિયાન પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે જસપ્રીત બુમરાહના લઇને જુની વાત યાદ કરતા વખાણ કર્યા હતા.