બંને ટીમો વચ્ચેની મેચ ઇંગ્લેન્ડમાં યોજાયેલ પ્રથમ દિવ્યાંગ ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્લ્ડકપ અંતર્ગત રમાઈ હતી. જ્યાં કાશ્મીરના વસીમ ઇકબાલે 43 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ્સ રમી ભારતને વિજય અપાવ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચ વોર્સસ્ટરશાયર કાઉન્ટીમાં રમવામાં આવી હતી
મળતી માહિતી મુજબ આ મેચમાં પાસિ્તાને ભારત સામે પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીના ઓપનર વસિમે 43 બોલરમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 69 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેની સાથે કુણાલ ફનસેએ 47 બોલમાં 55 રન બનાવ્યા હતા. ભારતે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગનાં વતની ઈકબાલે પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ કહ્યું હતું કે,”આ જીત ઈદ પર મળી છે. મને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. આ મારા જીવનનો સૌથી ખાસ દિવસોમાંનો એક દિવસ છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે તે 10 દિવસથી પરિવાર સાથે વાત કરી શક્યો નથી, જેના કારણે તે નારાજ છે. તેણે કહ્યું, ‘છેલ્લા 10 દિવસથી ઘરે કોઈ વાત નથી થઇ. જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ હટાવ્યા બાદ મોબાઇલ, લેન્ડલાઇન અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા છે. મને આશા હતી કે ઈદ પર પરિવાર સાથે વાત થશે પણ એવું બન્યું નહીં.”