નવી  દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે એડિલેડમાં રમયાલે સીરીઝના પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં કસુન રજિથાને કંઈક અલગ રીતે યાદ રાખવામાં આવશે. રાજિથાએ આ મેચમાં 4 ઓવરમાં 75 રન આપ્યા હતા. તે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોંઘા સ્પેલ ફેંકનાર બોલર બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ ટર્કીના તુનાહન તુરનના નામે હતો. તુરને આ વર્ષે ઓગસ્ટમાં ચોક રિપબ્લિક વિરૂદ્ધ ચાર ઓવરમાં 70 રન આપ્યા હતા.

તુરને ચાલુ વર્ષના ઓગસ્ટમાં ચેક રિપબ્લિક સામે ચાર ઓવરમાં 70 રન આપી દીધા હતા. રાજિથાની ચાર ઓવરમાં 13 વખત બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. તેના ચાર ઓવરના સ્પેલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ સાત બાઉન્ડ્રી તથા છ સિક્સર ફટકારી હતી.



તેણે પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા બાદ બીજી ઓવરમાં કુલ 20 રન આપ્યા હતા. ત્રીજી ઓવરમાં તેણે 22 રન આપી દીધા હતા. ઇનિંગ્સની 18મી ઓવર નાખનાર રાજિથાએ 18 રન આપ્યા હતા. બીજી ઓવરમાં તેણે નો-બોલ નાખ્યો હતો જેની ફ્રી-હિટમાં વોર્નરે છગ્ગો ફટકારી દીધો હતો.