Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મહેન્દ્ર સિંહ ધોનીની સલાહથી બદલાઈ ગયું આ ખેલાડીનું નસીબ, હવે અપાવી રહ્યો છે ટીમ ઇન્ડિયાને જીત
વિકેટ મેળવવાની ક્ષમતા વિશેનું કારણ પૂછતા તેમણે કહ્યું હતું કે, આપણે એવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેની આપણી પાસે આશા રાખવામાં આવે છે. દરેક દિશામાં બોલિંગ કરવી, જ્યારે બેટ્સમેન સર્કલમાં હોય છે તો દબાણ બનાવી રાખવું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં સર્જરી પછી ફિટનેસ પ્રક્રિયામાં ફેરફારથી તેને વધારે સારો ક્રિકેટર બનવામાં મદદ મળી હતી. મને લાગે છે કે સર્જરી બાદ મારી ફિટનેશમાં સુધારો આવ્યો છે અને છેલ્લા ચાર મહિનામાં મેં ટ્રેનિંગ અને ફિટનેસ વિશે ગણું શિખ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જાધવે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એમએસ ધોનીએ 2016માં ન્યૂઝિલેન્ડ સામે તેના હાથમાં લોબ પકડાવ્યો તો અને તેની અંદરનો બોલર બહાર આવ્યો હતો. તેણે કહ્યું કે, ધોની ભાઇએ જ્યારે ન્યૂઝીલેન્ડ સામે એ સમયે મને બોલિંગ કરવા માટે કહ્યું તો મારું આખુ જીવન બદલાઇ ગયું
ભારતની તરફથે 42 વનડે ઇન્ટરનેશનલ રમેલા જાધવે કહ્યું હતું કે, હું નેટ્સ ઉપર વધારે બોલિંગ નથી કરતો. પ્રામાણિક પણે કહું તો મેચ પહેલા પ્રેક્ટિસમાં જ કેટલીક ઓવરો ફેકું છું. મને લાગે છે કે, જો પ્રેક્ટિસ સમયે બોલિંગ ઉપર કામ કરું તો કઇ અલગ વસ્તુઓ છે એ ખતમ થઇ જાય. એટલા માટે હું મારી મર્યાદામાં રહું છું.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર કેદાર જાધવે બુધવારે એશિયા કપ 2018માં પાકિસ્તાન વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને એકતરફી જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. જાધવે બેટિંગ જ નહીં પરંતુ બોલિંગ પણ શાનદાર કરા અને 9 ઓવરમાં એક મેડન સહિત 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -