આયરલેન્ડના ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત
આયરલેન્ડની ટીમે બીજી ઈનિંગમાં સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે એડ જાયસ અને કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડે 69 રન બનાવ્યા હતા.
આ પાર્ટનરશિપની મદદથી આયરલેન્ડે પાકિસ્તાન પર 159 રનની લીડ હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાને 30 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે.
ડમ્બલિન: આયરલેન્ડની ટીમે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. ડેબ્યૂ ટેસ્ટ મેમાં જ આયરલેન્ડના ક્રિકેટરે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. કેવિન ઓ'બ્રાયનની સદીની મદદથી આયરલેન્ડે પાકિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં લડત આપી છે. ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે આયરલેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 339 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ દરમિયાન આયરલેન્ડના બેટ્સમેને એક અનોખો રોકોર્ડ બનાવ્યો હતો.
કેવિન ઓ'બ્રાયન ટેસ્ટમાં આયરલેન્ડ તરફથી સદી ફટકાનારો પ્રથમ ખેલાડી છે. ઓ બ્રાયને 118 રનની ઈનિંગ રમી હતી. પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલી આયરલેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 156 રન પર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી ત્યારે કેવિન બેટિંગમાં આવ્યો અને તેણે થોમ્પસન સાથે સાતમી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી.