નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ ટેસ્ટ મેચમાં વરસાદ વિઘ્ન બન્યુ છે, વરસાદના કારણે હવે મેચ લગભગ ડ્રૉ તરફ આગળ વધી રહી છે. આ ખિતાબી મુકાબલાનો ચોથી દિવસ ખરેખરમાં વરસાદને ભેંટ ચઢી જતા ક્રિકેટ દિગ્ગજો અને ક્રિકેટ ફેન્સ ગુસ્સે ભરાયા છે. પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બન્યો બીજા દિવસની રમત થઇ પણ ઓછા પ્રકાશના કારણે અટકી, ત્રીજા દિવસે પણ પ્રકાશ ઓછો રહ્યો અને ચોથા દિવસની રમત પણ વરસાદના કારણે શક્ય બની શકી ન હતી. આ ચાર દિવસમાં ટેસ્ટમા ફક્ત 140 ઓવરની જ રમત રમાઇ શકી છે. આવામાં ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને (Kevin Pietersen) આઇસીસી (ICC) પર ગુસ્સો ઠાલવ્યો છે. આ ખિતાબી મુકાબલો ઇંગ્લેન્ડમાં રમાડવા પર સવાલો ઉઠાવ્યા છે. 


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયીનશીપની ફાઇનલમાં વરસાદના કેરને જોતા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું- મહત્વની કોઇપણ ક્રિકેટ મેચ પોતાના અસ્થિર હવામાન માટે બદનામ બ્રિટનમાં આયોજિત ના કરવી જોઇએ. 


કેવિન પીટરસને આ મહત્વપૂર્ણ ફાઇનલ માટે સાઉથેમ્પ્ટનને પસંદ કરવાના આઇસીસીના ફેંસલા પર સવાલો ઉભા કરતા કહ્યું- એ કહેતા મને દુઃખ થઇ રહ્યું છે, પરંતુ કોઇપણ ખાસ મહત્વની મેચ બ્રિટનમાં ના રમાડવી જોઇએ. 


દુબઇમાં રમાડવી જોઇતી હતી ફાઇનલ મેચ- કેવિન પીટરસન 


કેવિન પીટરસનનુ માનવુ છે કે ફાઇનલ જેવી મેચ દુબઇમાં રમાડવી જોઇતી હતી. જ્યાં હવામાનમાં બહુ મોટો પલટો આવવાની સંભાવના બહુ જ ઓછી છે. તેને કહ્યું- જો મારે ફેંસલો કરવાનો હોય તો હુ ડબલ્યૂટીસી ફાઇનલ જેવી મેચ માટે દુબઇને યજમાન પસંદ કરતો. નૈસર્ગિક સ્થળ, શાનદાર સ્ટેડિયમ, હવામાન સારુ રહેવાની ગેરંટી, અભ્યાસની બેસ્ટ સુવિધાઓ અને યાત્રા માટે ઉત્તમ જગ્યા, અને હાં સ્ટેડિયમની નજીક આઇસીસીની હેડક્વાર્ટર પણ છે. 


વળી, પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ મજાકિયા અંદાજમાં આઇસીસીની નિંદા કરી. તેને ટ્વીટ કરીને લખ્યું- બેટ્સમેનને પણ ટાઇમિંગ બરાબર ના મળી, અને આઇસીસીને પણ.