ઇંગ્લેન્ડના આ ક્રિકેટરે હિન્દીમાં કર્યું ટ્વિટ, જાણો શું લખ્યું
આ સંદર્ભમાં તેણે સોમવારે હિન્દીમાં ટ્વિટ કરીને ભારતીય ફેન્સનું દિલ જીતી લીધું છે. તેણે કાઝીરંગા નેશનલ પાર્કમાં ગણતરી દરમિયાન 12 ગેંડા મળવા પર ખુશી વ્યક્ત કરી છે. પીટરસને લખ્યું છે, આ સારા સમાચાર છે. આ વાંચીને હું ઘણો ખુશ છું. ઈન્ડિયા હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારા જાનવરોને પણ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત મહિને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક સંદેશ લખી કરિયરની પૂર્ણાહુતિની જાહેરાત કરી હતી. પીટર ઇંગ્લેન્ડ વતી કુલ 104 ટેસ્ટ રમ્યો છે.
પીટરસને તેની 10મી એનિવર્સરી પર પત્ની સાથેની આ તસવીર શેર કરી હતી.
તાજેતરમાં જ પીટરસને છત્તીસગઢના રાયપુરમાં દીપડાના બચ્ચાને દત્તક લીધું હતું.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનનો પ્રાણી પ્રેમ કોઈથી છૂપો રહી શકે તેમ નથી. તેણે સોશિયલ મીડિયા પર સતત તસવીરો અને તેની સાથે સંકળાયેલી તસવીરો શેર કરતો રહે છે. ઉપરાંત જંગલી જાનવરોના સંરક્ષણ માટે પણ વાત કરતો રહે છે.
પીટરસનનો પ્રાણી પ્રેમ ક્રિકેટ વિશ્વમાં જાણીતો છે.
હાલ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં એક શિંગડાવાળા ગેંડાની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. વિશ્વમાં એક શિંગડાવાળા ગેંડાનું આ સૌથી મોટું આશ્રય સ્થાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -