ઇંગ્લેન્ડના આ દિગ્ગજે ટ્વીટ કરીને કહ્યું ધવન નથી તો ઋષભ પંતને પ્લેનમાં બેસાડો ને બોલાવો લંડન
abpasmita.in | 12 Jun 2019 11:35 AM (IST)
ધવનના સ્થાને ટીમમાં કોને સમાવવો તે અંગે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેવિન પીટરસને ટ્વીટ કર્યુ ને પંતની તરફેણ કરી છે. તેમના મતે પંતને વર્લ્ડકપમાં મોકો મળવો જોઇએ
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓપનર બેટ્સેમન શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલના બૉલથી ઇજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ અનુસાર તેને બે થી ત્રણ અઠવાડિયા સુધી આરામની જરૂર છે. તે ટીમમાં જોડાઇ શકે તેમ નથી. હવે ધવનના સ્થાને ટીમમાં કોને સમાવવો તે અંગે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેવિન પીટરસને ટ્વીટ કર્યુ ને પંતની તરફેણ કરી છે. તેમના મતે પંતને વર્લ્ડકપમાં મોકો મળવો જોઇએ. શિખર ધવનની જગ્યા પુરવા માટે ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન પીટરસને ટ્વીટ કરીને લખ્યું “શિખર વિશ્વકપમાંથી બહાર થઇ ગયો છે, જલ્દીથી પંતની પ્લેનમાં બેસાડો. લોકેશ રાહુલને ઓપનિંગ બેટિંગ કરાવો અને પંતને નંબર 4 પર રમાડો.” નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનને ઇજા થતાં વર્લ્ડકપમાં ભારતીય ટીમને મુશ્કેલીઓ વધી ગઇ છે. એક બાજુ ઓપનિંગમાં રાહુલને તો નંબર ચાર પર કોને સમાવવો તેને લઇને ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેટલાક લોકો પંતની રાહ જોઇ રહ્યાં છે.