નવી દિલ્હી: રમત-ગમત મંત્રાલયે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર માટે પસંદગી સમિતિની ભલામણ પર મહોર મારી છે. આ વખતે દેશના સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પાંચ ખેલાડીઓને આપવામાં આવશે.

સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ અને પૈરા એથલીટ મરિયપ્પન થંગવેલુ અને ટેબલ ટેનિસ રમતના ઈતિહાસમાં પ્રથમ વખત મનિકા બત્રાને આ વર્ષનો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે.



રમતગમત મંત્રાલયે પસંદગી સમિતિની ભલામણ પર સિક્કો મારી દીધો છે. તમને જણાવી દઇએ કે, 29 ખેલાડીઓને અર્જૂન પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી હતી.