પોલાર્ડ ક્રિસ ગેલ બાદ બીજો એવો ખેલાડી બની ગયો છે. જેણે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 10 હજાર રન પણ પૂરા કર્યા છે. શ્રીલંકા વિરુદ્ધ પલ્લેકલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમેયાલી પ્રથમ ટી20માં 15 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 34 રન બનાવ્યા હતા. 34 રનની ઈનિંગ રમતાની સાથે જ પોલાર્ડ ટી20 માં 10 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. પોલાર્ડે આ ટી20 મેચમાં 500 ટી20 મેચ રમવાનો અને 10 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
પોલાર્ડ ટી20 ક્રિકેટનો શાનદાર ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર 2010થી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમે છે. તે 170 મેચ આઈપીએલમાં રમી ચુક્યો છે. તેમની ટીમ ચાર વખત જીતી ચુકી છે. પોલાર્ડ સર્વાધિક 23 ફાઈનલ્સ રમી ચુક્યો છે. કીરોન પોલાર્ડ 17 અલગ અલગ ટીમો તરફથી ટી20 મેચ રમી ચૂક્યો છે.