નવી દિલ્હીઃ મુંબઈમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્યોએ 5 લોકોને સિલેક્ટર પદના ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. જેમાં વેંકટેશ પ્રસાદ, એલ શિવારામકૃષ્ણન, રાજેશ ચૌહાણ પણ હતા. પરંતુ સુનીલ જોશી અને હરવિંદર સિંહની પસંદગી કરવામાં આવી હતી.


ટેસ્ટ ડેબ્યૂમાં નહોતો ફેંક્યો એક પણ બોલ

સુનીલ જોશીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 41 વિકેટ અને વન ડેમાં 69 વન ડે છે. જોશીની ગણના સ્પિન ઓલરાઉન્ડર તરીકે થતી હતી. તે હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર ટીમનો કોચ રહી ચુક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. 160 મેચમાં 5000થી વધારે રન બનાવવાની સાથે 615 વિકેટ પણ લીધી હતી. રણજીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારત તરફથી ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ આંગળીમાં ફ્રેક્ચર થવાના કારણે ટેસ્ટ ડેબ્યૂમાં એક પણ બોલ ફેંક્યો નહોતો.  વર્ષ 2015માં તેની ઓમાનના કોચ તરીકે પસંદગી થઈ હતી. આ ઉપરાંત તે બાંગ્લાદેશ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો સ્પિન બોલિંગ કોચ પણ રહી ચુક્યો છે.

પ્રેક્ટિસ માટે ઘરથી 60 કિમી જતા હતા દૂર

જોશીને તેના ક્રિકેટ પ્રેમ અને ઝનૂન માટ વધારે ઓળખવામાં આવે છે. તેઓ જ્યારે યુવા હતા ત્યારે રોજની 60 કિલોમીટરથી વધારે સફર કરીને પ્રેક્ટિસ માટે હુબલી જતા અને પરત આવીને સ્કૂલ પણ જતા હતા. 1995-96માં તેમણે સ્પિન બોલિંગ અને નીચલા ક્રમમાં બેટિંગની છાપ છોડી હતી અને ટીમને ઘણી મેચ જીતાડી હતી.

જોશીનો મેઝિક સ્પેલ

જોશીએ દક્ષિણ આફ્રિકા સામે વન ડેમાં નાંખેલા જાદુઈ સ્પેલને આજે પણ યાદ  કરવામાં આવે છે. તેમણે 1999માં નૈરોબીમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી વન ડેમાં 10 ઓવરમાં 6 મેડન નાંખીને માત્ર 6 રનમાં 5 વિકેટ ઝડપી હતી. તેમણે આ મેચમાં બોયેયા ડિપ્પેનર, હર્શલ ગિબ્સ, હેન્સી ક્રોન્યે, જોન્ટી રોડ્સ અને શોન પોલોકને આઉટ કરી દક્ષિણ આફ્રિકાની ટીમને 117 રન પર ઓલઆઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત આ મેચ 8 વિકેટથી જીત્યું હતું અને જોશી મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા.

IPL 2020: BCCI એ લીધો મોટો નિર્ણય, તમામ ફ્રેન્ચાઇઝી થઈ લાલઘૂમ, જાણો વિગતે

જોન્ટી રોડ્સે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી કહી આ મોટી વાત, જાણો વિગત