વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, 500 ટી20 રમનાર દુનિયાનો પહેલો ખેલાડી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2020 09:22 PM (IST)
વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર 2010થી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમે છે. તે 170 મેચ આઈપીએલમાં રમી ચુક્યો છે.
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી અને ટીમના કેપ્ટન કીરોન પોલાર્ડે ટી20 મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટી20 રમાઈ રહી છે. ત્યારે પ્રથમ ટી20 રમતાની સાથે જ કીરોન પોલાર્ડ 500મી ટી20 મેચ રમનારો દુનિયાનો પ્રથમ ક્રિકેટર અને કેપ્ટન બની ગયો છે. કીરોન પોલાર્ડ મેદાનમાં ઉતરતાની સાથેજ 500મી ટી20 રમનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. પોલાર્ડ એકમાત્ર એવો ખેલાડી છે. જેણે ટી20માં 10 હજારથી વધુ રન બનાવ્યા છે અને 279 થી વિકેટ પણ આ ફોર્મેટમાં ઝડપી છે. પોલાર્ડ ટી20 ક્રિકેટનો શાનદાર ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર 2010થી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમે છે. તે 170 મેચ આઈપીએલમાં રમી ચુક્યો છે. તેમની ટીમ ચાર વખત જીતી ચુકી છે. પોલાર્ડ સર્વાધિક 23 ફાઈનલ્સ રમી ચુક્યો છે. કીરોન પોલાર્ડ 17 અલગ અલગ ટીમો તરફથી ટી20 મેચ રમી ચૂક્યો છે.