નવી દિલ્હીઃ આઈપીએલ 2020 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પરંતુ તે પહેલા બીસીસીઆઈએ લીધેલા એક ફેંસલાથી તમામ ફ્રેન્ચાઇઝી નારાજ થઈ છે. થોડા જ દિવસોમાં આઠેય ફ્રેન્ચાઇઝી મળીને બોર્ડના આ પગલાનો વિરોધ કરશે. બીસીસીઆઈ દ્વારા ટોચની ચાર ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વહેંચવામાં આવતી ઈનામની રકમ 50 કરોડથી ઘટાડીને 25 કરોડ કરી દીધી છે.

આ ઉપરાંત દરેક ફ્રેન્ચાઈઝીને આઈપીએલ મેચની યજમાની કરનારા રાજ્ય સંઘને 50 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો છે. રાજ્ય સંઘને ચુકવવામાં આવતી રકમમાં 20 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 અમારી સાથે નથી કરવામાં આવી ચર્ચાઃ ફ્રેન્ચાઇઝી

એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે, પ્લે ઓફ સાથે જોડાયેલી રકમને અડધી કરી દેવામાં આવી છે, જેનાથી અમે નાખુશ છીએ. અમારી સાથે કોઈ ચર્ચા વિચારણા નથી કરવામાં આવી. અમે અન્ય ફ્રેન્ચાઇઝીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં બેઠક કરીશું.

શું છે સમગ્ર મામલો

બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખર્ચમાં ઘટાડો કરતાં ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને મળતી રકમ 2019ની તુલનામાં અડધી કરવાનો ફેંસલો લીધો છે. બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝીને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, આઈપીએલ ચેમ્પિયનને 20 કરોડ રૂપિયાના બદલે હવે માત્ર 10 કરોડ રૂપિયા મળશે.  ખર્ચમાં ઘટાડો કરવાના ભાગ રૂપે નાણાકીય પુરસ્કારોની રકમ ઘટાડવામાં આવી છે. ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાના બદલે 10 કરોડ રૂપિયા મળશે. રનર્સ અપ ટીમને 12 કરોડ 50 લાખના બદલે 6 કરોડ 25 લાખ રૂપિયા મળશે. ક્વોલિફાયરમાં હારનારી બે ટીમનો 4 કરોડ 37 લાખ 50 હજાર રૂપિયા મળશે.

જોન્ટી રોડ્સે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી કહી આ મોટી વાત, જાણો વિગત

આ પૂર્વ ક્રિકેટર બન્યો ટીમ ઈન્ડિયાનો મુખ્ય પસંદગીકર્તા, IPLમાં કોહલી સાથે રમી ચુક્યો છે

ICC Women’s T-20 Worldcup: આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઈનલ, ભારત પાસે ઈતિહાસ રચવાનો મોકો

કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’