પોલાર્ડે કહ્યું કે, ‘તમે જાણો છો કે, જો તમે મેદાનની બહાર આત્મવિશ્વાસથી ભરપૂર હોવ તો મેદાન પર પણ શાનદાર પ્રદર્શન કરી શકો છો. હું સમજું છું કે, આ બાબત દર્શાવે છે કે, એક વ્યક્તિ તરીકે તમે કેટલા મજબૂત છો.’ એક ચેટ શો દરમિયાન વિવાદિત નિવેદન આપવાને કારણે પંડ્યા અને લોકેશ રાહુલના કરિયરનો મોટો ફટકો લાગ્યો હતો. બંનેને જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે ભારત પરત બોલાવી લેવાયા હતા.
આ મુદ્દે પોલાર્ડે કહ્યું કે, ‘તે પોતાના નાનકડા કરિયરમાં ઘણું બધું સહન કરી ચૂક્યો છે, પણ તે અહીંથી માત્ર શાનદાર બની શકે છે. તે ખૂબ મહેનત કરે છે. હાલમાં તે જે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી હું બિલકુલ આશ્ચર્યચકિત નથી.’
પોલાર્ડે કહ્યું, ‘કમબેક કરવું સારું રહ્યું. જ્યારે હું ક્રિકેટના મેદાનમાં પગ મૂકું છું તો મારો પ્રયત્ન રહે છે કે હું ટીમ માટે સર્વશ્રેષ્ઠ જ કરું. જોઈએ, ઈન્ટરનેશન લ ક્રિકેટમાં મારું ભવિષ્ય કેવું રહે છે.’ વેસ્ટ ઈન્ડીઝની ટીમ આગામી વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ પર નજર જમાવીને બેઠી છે.