નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે મંગળવારે પાચમી આઇપીએલ ટ્રૉફી પોતાના નામે કરી લીધી છે. કેપ્ટન રોહિત શર્માની 68 રનોની ઇનિંગના સહારે મુંબઇએ દિલ્હી પર જીત મેળવી. આ મેચમાં કીરોન પોલાર્ડે એક ખાસ કમાલ કરી દીધો છે.


દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં 157 રન બનાવ્યા હતા, બાદમાં ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પાંચ વિકેટ ગુમાવીને 18.4 ઓવરમા ટાર્ગેટ ચેઝ કરી દીધો હતો. જોકે, આ જીત સાથે જ મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર કીરોનો પોલાર્ડે એક ખાસ મુકામ પોતાના નામે કરી લીધો છે. પોલાર્ડે દુનિયામાં અલગ અલગ ટી20 લીગમાં 15 ખિતાબ જીત્યા છે.

જીત બાદ પોલાર્ડે ચેન્નાઇ સુપર કિંગ્સે ખેલાડીઓ ડ્વેન બ્રાવોને એક ખાસ મેસેજ કર્યો, પોલાર્ડે મેચ બાદ કહ્યું- ડ્વેન બ્રાવો તમે મારાથી પાછળ છો, મારે કેમેરા પર આ જ કહેવાનુ છે. આ એક શાનદાર અહેસાસ છે, અને આ બહુ જ મહત્વનો છે. પાંચમી ટ્રૉફી. અમે અહીંયા 11 વર્ષથી છીએ. તમે કહી શકો છો કે મુંબઇ ઇન્ડિયન્સ સૌથી સારી ટી20 ટીમ છે. બ્રાવોની ટીમ સુપર કિંગ્સે હજુ સુધી 3, જ્યારે પોલાર્ડની મુંબઇ ઇન્ડિયન્સે 5 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે.

વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડરે મુંબઇ ઇન્ડિયન્સ માટે અત્યાર સુધી 3000 રન બનાવ્યા છે. તેને આઇપીએલ-13માં 191.42ની સ્ટ્રાઇક રેટથી 268 રન બનાવ્યા છે.