થોડા દિવસો પહેલા હ્યુન્ડાઈની નવી i20ના ફર્સ્ટ લુક રિવ્યૂમાં કિંમત અને ફિચર્સની ચર્ચા કરી હતી. હવે કારના પરફોર્મેંસના મહત્વપૂર્ણ પોઇન્ટ અંગે વાત કરીશું. અમે નવી i20 1.2L એન્જિન કાર  પેટ્રોલના બંને ફોર્મ્સમાં ચલાવી છે. ટર્બો i20ની વધારે ચર્ચા કરવામાં આવી છે. હ્યુન્ડાઈએ કારમાં કરેલા બદલાવનો જોતા અમે શહેરના ટ્રાફિકમાં અને ખાલી સડકો પર કાર ચલાવી હતી. સૌથી પહેલા i20 ટર્બો અંગે વાત કરીએ. આ સૌથી પાવરફૂલ i20 છે. 1.0 ટર્બો પેટ્રોલ 120 bhp અને 172 Nm વિકસિત કરવાની સાથે સૌથી પાવરફૂલ પણ છે. તમે ટર્બો i20ને  iMT ગિયરબોક્સ અથવા 7 સ્પીડ ડ્યૂલ ક્લચ ઓટોમેટિક સાથે ખરીદી શકો છો.

જૂની i20ની તુલનામાં નવી i20 વર્તમાનની કોઇપણ હેચબેકથી પહોળી અને લાંબી છે. તેનો આકાર કોમ્પેક્ટ એસયુવીને મળતો આવે છે. તેની ગ્રિલ ઘણી મોટી છે, પરંતુ લોંગ હેડલેમ્પ્સ સાથે જોડાયેલું છે. નવી i20 રેડ, બ્લેક કલરના ડ્યૂલ ટોન એલોયઝની સાથે ધ્યાન આકર્ષે છે. આ સારી હેચબેક લાગી રહી છે.



નવી i20નો દરવાજો ખોલ્યા બાદ તેની કિંમત વધારે હોવામાં કોઈ આશંકા નથી. આ કારની કિંમત 11 લાખ રૂપિયા છે, જેથી નવી i20 થોડી મોંઘી લાગી રહી છે. કેટલાક હાર્ટ પ્લાસ્ટિક ઉપરાંત કવોલિટી અને સામાન્ય ફિટ તથા ફિનિશ હેચબેક માટે નવા માપદંડ છે. તેમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન તથા ડિજિટલ ડાયલ મુખ્ય ટોકિંગ પોઇન્ટ છે. હ્યુન્ડાઈએ આપણા ઉપયોગને જોતાં ભારત માટે ખાસ બદલાવ કર્યા છે. પરંતુ તેનો મોટો ફાયદો સ્પેસનો છે. નવી i20 એક પહોળી કાર છે , જેનો મતલબ તમે અંદર ત્રણ લોકો સરળતાથી બેસી શકો છો. કોમ્પેક્ટ SUVમાં કેટલીક ખામી છે. હેડરૂમ તથા લેગરૂમ ન માત્ર એક હેચબેક માટે પરંતુ સામાન્ય રૂપમાં પણ સારા છે.



ફિચર્સ મામલે i20માં ઘણું છે. તેના અનેક ફિચર્સ લક્ઝરી કારમાં જોવા મળતા હોય તેવા છે. કલાયમેટ કંટ્રોલ, રિયર એસી વેંટ, સ્ટીયરિંગ કંટ્રોલ, હાઇટ એડજસ્ટ ડ્રાઇવર સીટ, ઇલેકટ્રિક મીરર, પુશ બટન સ્ટાર્ટ, કૂલ્ડ ગ્લોવબોક્સ અને આવા ઘણા બેસિક ફીચર્સ છે. તેમાં સનરૂફ, 7 સ્પીકર બોસ ઓડિયો, એર પ્યોરીફાયર અને વાયરલેસ ચાર્જિંગ છે. આ ઉપરાંત OTA મેપ અપડેટ પણ છે.



ડીટીસી ઓટોમેટિક વધારે આરામદાયક હોવાની સાથે આસાન છે. i20 મોટી હોવા છતાં હજુ પણ હેતબેક છે અને તેનો મતલબ ટ્રાફિક કે પાર્કંગ કોઈ સમસ્યા નથી. હેટબેક માટે 120 બીએચપી અને 172 એનએમ i20 ટર્બો બનાવે છે. 10 સેંકડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.કુલ મળીને આ કાર ફાસ્ટ છે અને ઓછા સમયમાં ફૂલ સ્પીડ પકડી લે છે તેની ખબર જ પડતી નથી. ઓટોમેટિક ડીટીસીનો મતલબ લોંગ ડિસ્ટન્સ ડ્રાઇવિંગ પણ વધારે આરામદાયક છે. જોકે i20 ટર્બોમાં વેન્યૂની જેમ પડેલ શિફ્ટર્સ નથી મળતા.



જૂની i20 કે તેના રાઇવલ્સની તુલનામાં નવી i20 વધારે એનર્જિટેક છે. હેંડલિંગ સારુ છે અને હાઇ સ્પીડ પર નર્વસ નથી. ઉપરાંત ટર્બો સ્થિર અનુભવ કરાવે છે. સત્તાવાર રીતે ટર્બો 20kmpl માઇલેજ આપતી હોવાનું કહેવાય છે, પરંતુ 12kmplની આશઆ છ. 1.2l પેટ્રોલ શહેરમાં વપરાશ માટે અનુકૂળ છે. ક્યારેક ક્યારેક હાઇવે પર ડ્રાઇવ કરવા તથા ઉપયોગ કરવામા સરળ છે. તેની માઇલેજ ટર્બોની તુલનામાં વધારે છે.1.2l i20ની કિંમત 6.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ પૂરી રીતે લોડ 1.2l i20 મેન્યુઅલ 9.2 લાખ રૂપિયા છે.



ટર્બો i20ની કિંમત 8.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જયારે અહીં બતાવવામાં આવેલી રેડ કાર 11.17 લાખ રૂપિયામાં ટોપ એન્ડ ડીસીટી ઓટો એડિશન છે. નવી i20 મોંઘી લાગે છે પરંતુ હ્યુન્ડાઈએ જે ફીચર્સ અને ટેકનિક આપી છે તે હેચબેક પર નથી મળતી. હરિફોની તુલનામાં નવી i20માં ડીસીટીની સાથે ટર્બોની રજૂઆત એકમાત્ર સ્થાન હોવાની સાથે વધારે વિશેષતાઓ પણ છે. સ્પેસની સાથે લુક ઉપરાંત ફીચર્સ અને પરફોર્મંસના આધારે સૌથ કોમ્પેક્ટ એસયુવીની સારી ડીલ છે.

Car loan Information:

Calculate Car Loan EMI