IPL-2019: મોહાલીમાં આજે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો
abpasmita.in | 08 Apr 2019 05:17 PM (IST)
મોહાલી: આઈપીએલમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે રાત્રે 8 વાગ્યે મુકાબલો થશે.
મોહાલી: આઈપીએલમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે રાત્રે 8 વાગ્યે મુકાબલો થશે. પંજાબે અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે તો બે મેચમાં તેમની હાર થઈ છે. હૈદરાબાદની પણ પાંચ મેચમાંથી ત્રણમાં જીત થઈ છે, તો બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટની વાત કરવામાં આવે તો હૈદરાબાદ આગળ છે. હૈદરાબાદે શનિવારે 136 રનના લક્ષ્યાંકનો પીછઓ કરતા મુંબઈ સામે 40 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબની ટીમને ચેન્નઈ સામે 22 રનથી હાર મળી હતી. સૈમ કુરેન અને મોહમ્મદ શમીએ દિલ્હી કેપિટલ્સ સામે સારૂ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ચેન્નઈ સામે ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કેએલ રાહુલ અને સરફરાઝ ખાને આગળની મેચમાં સારૂ પ્રદર્શન કર્યું હતું, પરંતુ મધ્યક્રમના ખરાબ પ્રદર્શનના કારણે પંજાબે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.