નવી દિલ્હીઃ ક્યારેક એવુ બને છે કે કોઇ ખેલાડી ટીમ સાથે જોડાય છે અને તે ટીમની કિસ્મત જ બદલાઇ જાય છે.આવુ જ કંઇક કેકેઆર એટલે કે કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે થયુ છે. આ વખતે આઇપીએલમાં ફાઇનલમાં પહોંચેલી કેકેઆરને ફાઇનલમાં પહોંચાડવામાં ઓલરાઉન્ડર વેંકેટેશ અય્યરનુ ખાસ યોગદાન રહ્યું છે. જાણો વેંકેટેશ અય્યરે કઇ રીતે મોર્ગનની ડુબતી નૈયાને તારી છે. કેકેઆરની ટીમ આ સિઝનમાં ભારતમાં રમાયેલા પ્રથમ સત્રમાં પૉઇન્ટ ટેબલમાં તળીયે હતી, એટલુ જ નહીં પ્રથમ તબક્કામાં સાત મેચોમાંથી કેકેઆર સાત મેચોમાં હારી ચૂકી હતી અને પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર હતી. પરંતુ  યુએઇમાં રમાયેલી બીજા તબક્કાની મેચોમાં તેને ધમાલ મચાવી દીધી છે.આ કારણે છે ટીમને વેંકેટેશ અય્યર દ્વારા મળી રહેલી સારી શરૂઆત.


કેકેઆરને પહેલા તબક્કામાં પોતાની સાત મેચોમાંથી વેંકેટેશ અય્યરને એકપણ મેચમાં રમવાનો મોકો ન હતો અપાયો. આવામાં બીજો તબક્કો યુએઇમાં શરૂ થયો, અને 20 લાખ રૂપિયાની કિંમતના ખેલાડી વેંકેટેશ અય્યરને દરેક મેચમાં રમાડ્યો, આ સાથે જ તેને ધમાલ મચાવી દીધી. કેકેઆરની કિસ્મત બદલી નાંખતુ બેટિંગ સાથે બૉલિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. કેકેઆરે માત્ર પ્લેઓફ જ નહીં પરંતુ ફાઇનલ સુધીનો સફળ કર્યો. 


આઇપીએલ 2021ના પ્લેઓફમાં ભલે બેસ્ટ રન રેટના કારણે કોલકત્તાએ ક્વૉલિફાય કર્યુ, પરંતુ તેની ટીમે એલિમિનેટર મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને હરાવીને ક્વૉલિફાયર મેચમાં પ્રવેશ મેળવ્યો, અને ક્વૉલિફાયર મેચમાં ઋષભ પંતની આગેવાની ટૉપની ટીમની  ટીમને હરાવી દીધી. હવે કેકેઆર આગામી 15 ઓક્ટોબરે ધોનીની આગેવાની વાળી સીએસકે સામે ટકરાશે, જે મુકાબલો ટ્રૉફી માટેનો છે. 


વેંકેટેશ અય્યરની વાત કરીએ તો તે આઇપીએલ 2021માં સૌથી વધુ રન બનાવનારાના લિસ્ટમાં 17માં નંબર પર છે, કેમ કે તેને માત્ર 9 મેચો જ રમી છે, આ 9 મેચોમાં 1 વાર તેને અણનમ રહેતા કુલ 320 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 67 રન છે. ભલે 125 ની સ્ટ્રાઇકરેટથે તેને બનાવ્યા, પરંતુ આ રન કેકેઆર માટે મહત્વપૂર્ણ રહ્યાં છે. ત્રણ અડધીસદી તો તે આ સિઝનમાં જ ફટકારી ચૂક્યો છે.