નવી દિલ્હીઃ ગઈકાલે આઈપીએલના મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઈલેવન પંજાબને 28 રને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી હતી. આ મેચમાં કિંગ્સ ઈલેવને એક ભૂલને કારણે હારી ગઈ હતી.
આ પહેલાના મેચમાં શાનદાર ઇનિંગ રમનાર આંદ્રે રસલ 15મી ઓવરમાં જ મેદાન પર આવ્યો હતો. જોકે 16મી ઓવરમાં અંતિમ બોલ પર શમીના યોર્કર પર ક્લીન બોલ્ડ થઈ ગયો અને પંજાબે ઉજવણી કરવાનું શરૂ કરી દીધું. જોકે ફીલ્ડ અમ્પાયરે તેને નો બોલ આપ્યો. જોકે શમીનો પગ તો ક્રીઝની અંદર જ હતો તેમ છતાં અમ્પાયરે નો બોલ આપ્યો.
ત્યારે જ મેદાન પર એક અલક નજારો જોવા મળ્યો, સમી-અશ્વિન અમ્પાયરને પૂછવા માટે નજીક ગયા. ત્યારે જ જાણવા મળ્યું કે તે સમયે સર્કલની અંદર પંજાબના ત્રણ ફિલ્ડર જ હતા, જ્યારે નિયમ અનુસાર એ સમયે સર્કલમાં ટીમના 4 ફીલ્ડર અંદર રહેવા જરૂરી હતા.
ખૂદ કેપ્ટન અશ્વિને પણ મેચ બાદ કહ્યું કે મને તેમના પર (વરૂણ ચક્રવર્તી અથવા હાર્ડિક વિજલોએ) પર નજર રાખવી જોઈતી હતી. તેઓ પોતાની ફીલ્ડ ચેન્જ ન કરી શક્યા અને સર્કલની અંદર ન આવ્યા. વરૂણ ચક્રવર્તી અને વિજલોએ બન્નેએ ગઈકાલે જ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વરૂણ ચક્રવર્તીને તો પંજાબની ટીમે 8.4 કરોડ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો હતો.
વીડિયો જોવા માટે ક્લિક કરો નીચેની લિંક પર.....
વીડિયો જોવા માટે ક્લિક કરો....