DRDOએ જારી કર્યો ‘મિશન શક્તિ’નો વીડિયો, જુઓ કેવી રીતે સેટેલાઈટને કર્યો ટાર્ગેટ
abpasmita.in | 28 Mar 2019 08:10 AM (IST)
નવી દિલ્હીઃ મિશન શક્તિની સફળતા બાદ ડીઆરડીઓએ મિશન શક્તિ સાથે જોડાયેલ વીડિયો જારી કર્યો છે. એએનાઈ તરફથી જારી વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે મિસાઈલનું પ્રક્ષેપણ થઈ રહ્યું છે અને તે પોતાના ટાર્ગેટ સુધી પહોંચી રહ્યું છે. ડીઆરડીઓએ 32 સેકન્ડનો વીડિયો જારી કર્યો છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ આ મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને વીડિયો માધ્યમ દ્વારા આ સફળ પરીક્ષણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસર પર તેમણે જણાવ્યું કે આ સફળતા મેળવવા બદલ તમને સૌને ખૂબ-ખૂબ અભિનંદન. તમારી મહેનત રંગ લાવી છે. તમે સમગ્ર દુનિયાને સંદેશો આપી દીધો છે કે આપણે કોઇનાથી ઓછા આકીં શકાય નહીં.