KKR vs DC, Match Highlights: રોમાંચક મેચમાં દિલ્હીને હરાવીને ફાઇનલમાં પહોંચી કોલકત્તા, રાહુલ ત્રિપાઠીએ સિક્સ ફટકારી અપાવી જીત
IPL 2021, KKR vs DC: રિપોર્ટ છે કે આજની મેચમાં ઇંગ્લિશ બૉલર ટૉમ કુરેનને પડતો મુકી તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેટ્સમેન માર્કસ સ્ટૉઇનિસ (Marcus Stoinis)ની વાપસી થઇ છે.
કોલકત્તા દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટથી હરાવી આઇપીએલ 2021ની ફાઇલમાં પહોંચી ગઇ છે. ફાઇનલમાં તે ચેન્નઇ સુપરકિંગ્સ સામે ટકરાશે. એક સમયે કોલકત્તા સરળતાથી આ મેચ જીતી જશે તેવું લાગતું હતું પરંતુ અશ્વિને શાનદાર બોલિંગ કરતા મેચને રોમાંચક બનાવી દીધી હતી. આર.અશ્વિને અંતિમ ઓવરમાં શાકિબ બાદ સુનીલ નરેનને પણ આઉટ કર્યો હતો.
136 રનના ટાર્ગેટ સામે એક સમયે કોલકત્તાએ બે વિકેટમાં જ 123 રન બનાવી લીધા હતા પરંતુ બાદમાં ફક્ત સાત રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હી તરફથી નોર્ત્જેએ બે, અશ્વિને બે, રબાડાએ બે અને આવેશ ખાને એક વિકેટ ઝડપી હતી.
કોલકત્તાની શરૂઆત સારી રહી હતી. કોલકત્તાના ઓપનર વેંકટેશ ઐય્યર 55 રન ફટકારી આઉટ થયો હતો. તેણે ગીલ સાથે પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી.
દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને જીત માટે 136 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પાંચ વિકેટ પર 135 રન બનાવ્યા હતા. શિખર ધવને સૌથી વધુ 38 અને ઐય્યરે અણનમ 30 રનની ઇનિંગ રમી હતી. કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ બે, ફર્ગ્યુસને અને શિવમ માવીએ એક-એક વિકેટ ઝડપી હતી.
પૃથ્વી શોના આઉટ થયા બાદ દિલ્હી તરફથી શિખર ધવન અને સ્ટોઇનિસે બાજી સંભાળી છે. દિલ્હીએ 10 ઓવરમાં એક વિકેટના નુકસાન 68 રન બનાવી લીધા છે.
દિલ્હીને પ્રથમ ઝટકો લાગ્યો છે. દિલ્હીના ઓપનર પૃથ્વી શો 18 રન બનાવી આઉટ થયો હતો.
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે Qualifier 2 મેચ રમાઇ રહી છે. મેચમાં કોલકત્તાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીએ ટીમમાં ફેરફાર કરતા સ્ટોઇનિસનો ટીમમાં સમાવેશ કર્યો હતો.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે ફાઇનલમાં જવા માટે બીજી ક્વૉલિફાયર મેચ રમાશે. બન્ને ટીમો હાલ જોરદાર ફોર્મમાં છે. ત્યારે આ બધાની વચ્ચે પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મળેલી હારને ધ્યાનમાં રાખતા દિલ્હીના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) પોતાની ટીમમાં એક મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે આજની મેચામાં ઇંગ્લિશ બૉલર ટૉમ કુરેનને પડતો મુકી શકે છે, અને તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેટ્સમેન માર્કસ સ્ટૉઇનિસ (Marcus Stoinis)ની વાપસી થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -