સ્ટૉક્સના કેચ સાથે કેએલ રાહુલ બન્યો નંબર વન ખેલાડી, તોડ્યા રાહુલ દ્રવિડનો આ રેકોર્ડ
રાહુલ હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલની સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર છે. ગ્રેગ ચેપલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ જ 1974-75માં 6 મેચોમાં 14 કેચ ઝડપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, એક સીરીઝમાં સૌથી વધુ કેચ ઝડપવાનો વૈશ્વિક રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ઝૈફ ગ્રેગરીના નામે નોંધાયેલો છે, તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1920-21માં એશેઝ સીરીઝ (પાંચ મેચો)માં 15 કેચ કર્યા હતા.
એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ કેચ ઝડપતા તેને પાંચ ટેસ્ટમાં 14 કેચો ઝડપ્યા છે. જે ભારતીય રેકોર્ડ છે. અગાઉ આ રેકોર્ડ ભારતીય ખેલાડી તરીકે રાહુલ દ્રવિડ 13 કેચોનો હતો, દ્રવિડે આ 2004-2005માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ કારનામું કર્યું હતુ, જેને કેએલ રાહુલે સ્ટૉક્સનો કેચ ઝડપવાની સાથે તોડી નાંખ્યું છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતીય ઓપનર લોકેશ રાહુલ બેટિંગમાં ભલે નિષ્ફળ રહ્યો હોય, પણ ફિલ્ડિંગમાં તેને ધાક જમાવી દીધી છે, તેને નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાહુલ એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ કેચ ઝડપવામાં નંબર વન ખેલાડી બની ગયો છે, એટલે કે તેને આ મામલે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -