Bigg Boss 12ના એક એપિસોડ માટે આટલી અધધ ફી લેશે સલમાન ખાન, જાણો અન્ય કન્ટેસ્ટન્ટને કેટલી મળશે ફી....
સલમાન ખાનને પ્રતિ એપિસોડ 14 કરોડ રૂપિયા મળાના છે એ રીતે આ શો 13 સપ્તાહ સુધી ચાલશે અને સલમાન ખાન દર સપ્તાહે બે દિવસ શૂટિંગ કરશે એટલે કે તેને કુલ 26 દિવસની ફી મળશે જે 364 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
મુંબઈઃ સલમાન ખાન સૌથી વધારે કમાણી કરનાર બોલિવૂડ સ્ટાર છે. બિગ સ્ક્રીન અને ટેલીવિઝન વર્લ્ડમાં પણ તે હાઈએસ્ટ પેડ એક્ટર છે. અહેવાલ અનુસાર બિગ બોસની વિતેલી સીઝનમાં સલમાન ખાને પ્રતિ એપિસોડ 11 કરોડ રૂપિયા લીધા હતા. આ સીઝન માટે સલમાનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. બિગ બોસ 12 માટે સલમાન ખાનને હવે 14 કરોડ રૂપિયા પ્રતિ એપિસોડ મળશે. જોકે આ સલમાન ખાન દ્વારા માગવામાં આવેલી ફી અનુસાર નથી.
આ શોમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટની વાત કરીએ તો માહિકા શર્મા અને ડેનીની જોડી પ્રત્યેક સપ્તાહ માટે 95 લાખ રૂપિયા ચાર્જ કરશે. દીપિકા કક્ડે દરેક સપ્તાહ માટે 15 લાખ રૂપિયાની માગ કરી છે. જ્યારે ભારતી સિંહને દર સપ્તાહ માટે 50 લાખ રૂપિયા મળશે.
નોંઘનીય છે કે સલમાન ખાને બિગ બોસની ટીઆરપીને જોતા પ્રતિ એપિસોડ 19 કરોડ રૂપિયાની માગ કરી હતી. જોકે બાદમાં મેકર્સ સાથે વાતચીતના અંતે સલમાન ખાન 14 કરોડ રૂપિયા લેવા તૈયાર થયો હતો.