નવી દિલ્હીઃ પ્રૉ કબડ્ડી લીગની ગઇકાલે ફાઇનલ મેચ રમાઇ, આ પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8ની ફાઇનલ મેચ રહી, આમાં ફરી એકવાર ખિતાબી જંગ માટે દબંગ દિલ્હી અને પટના પાયરેટ્સ આમને સામને થયા હતા, જેમાં દબંગ દિલ્હીએ એક પૉઇન્ટથી ખિતાબી જીત હાંસલ કરી લીધી હતી, એટલે કે 37-36 થી માત આપી.  


નવીન કુમાર અને વિજય મલિકે રહ્યાં જીતના હીરો-
દબંગ દિલ્હીના જીતના હીરો નવી કુમાર અને વિજય મલિક રહ્યાં, બન્ને રેડરોએ પટના પર કમર કસી રાખી, ફાઇનલ મેચમાં નવીને 13 પૉઇન્ટ લીધા તો વિજય મલિકે 14 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા હતા. બન્ને સુપર ટેન કરીને દબંદ દિલ્હીની જીત અપાવી હતી. તો વળી બીજી બાજુ પટનાએ પણ દમદાર રમત બતાવી, પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો, પટના તરફથી સચિન તંવરે 10 અને ગુમાન સિંહે 9 રેડ પૉઇન્ટ મેળવ્યા હતા. જોકે, અન્ય કોઇ ખેલાડી સારુ પ્રદર્શન ના કરી શક્યા અને મેચ હારી ગઇ. 


પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8 માટે કોને મળ્યા કયા એવોર્ડ- 
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8 માટે ખેલાડીઓને સન્માનિત કરાયા હતા, આમાં જુદીજુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. 


બેંગ્લુરુ બુલ્સના પવન સહરાવતને 24 મેચોમાં 324 રેડ પૉઇન્ટ બનાવ્યા, તેને ટૂર્નામેન્ટના બેસ્ટ રેડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પટના પાયરેટ્સના ડિફેન્ડર મોહમ્મદરજા શાદલુને બેસ્ટ ડિફેન્ડરનો ખિતાબ મળ્યો. પુણેરી પલટનના મોહિત ગોયતને યંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો. દબંગ દિલ્હીનો નવીન કુમારને મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.