IPL 2018: સતત 11 વર્ષથી ખેલાડીઓની બોલી લગાવી રહ્યો છે આ વ્યક્તિ, જાણો વિગત
રિચર્ડ ઇંગ્લેન્ડની સરે ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ હોકી પ્લેયર પણ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલુરુઃ શનિવારે બેંગલુરુમાં આઇપીએલની 11મી સીઝન માટે હરાજી શરૂ થઈ ગઈ છે. જેમાં અનેક દેશી-વિદેશી ખેલાડીઓ કરોડો રૂપિયામાં વેચાયા છે. આઇપીએલની છેલ્લા 11 સિઝનમાં અનેક ખેલાડીઓ બદલાયા, નિયમ બદલાયા પરંતુ આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓની હરાજી કરાવનારા ઓક્શનર રિચર્ડ મેડલી બદલાયા નથી. છેલ્લા 11 વર્ષથી આઇપીએલમાં ઓક્શન હોસ્ટ કરી રહ્યા છે.
રિચર્ડના પિતા અને સસરા પણ ઓક્શનર રહી ચૂક્યા છે. રિચર્ડની ગણના વિશ્વના શ્રેષ્ઠ ઓકનર્સ પૈકીના એકમાં થાય છે.
રિચર્ડ મેડલીએ બીબીસી ચેનલ માટે પણ અનેક શો હોસ્ટ કર્યા છે. પરંતુ તેઓ ખુદ માને છે કે આઈપીએલ સાથે જોડાયા બાદ તેમના જીવનમાં અનેક બદલાવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -