Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજ-અશ્વિન-રાહુલને ખરીદ્યા, જાણો કેટલી મળી રકમ
ફ્રેન્ચાઇઝી પર્સ (બાકી): ચેન્નાઈ સુપર કિંગ્સ 47 કરોડ રૂપિયા, દિલ્હી ડેરડેવિલ્સ 47 કરોડ રૂપિયા, મુંબઈ ઇન્ડિયન્સ 47 કરોડ રૂપિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 49 કરોડ રૂપિયા, કોલકાતા નાઇટરાઇડર્સ 59 કરોડ રૂપિયા, સનરાઇઝર્સ હૈદરાબાદ 59 કરોડ રૂપિયા, રાજસ્થાન રોયલ્સ 67.5 કરોડ રૂપિયા, કિંગ્સ ઇલેવન પંજાબ 67.5 કરોડ રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત અંડર 19ના કેટલાક સ્ટાર ખેલાડીઓને પણ સારી રકમ મળી શકે છે.
રાજસ્થાન રોયલ્સ દ્વારા બેન સ્ટોક્સને 12.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. જ્યારે આફ્રિકાના ફાફ ડુપ્લેસીને 1.60 કરોડમાં ચેન્નઇ સુપર કિંગ્સે ટીમમાં લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2017માં ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી હતો. સ્ટોક્સ 14.5 કરોડ રૂપિયા મળ્યા હતા.
એમએસ ધોની, રૈના, જાડેજા (ચેન્નાઈ), રિષભ પંત, ક્રિસ મોરિસ, શ્રેયસ ઐયર (દિલ્હી), રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ (મુંબઈ), વિરાટ કોહલી, વિલિયર્સ, સરફરાઝ ખાન (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ), સુનીલ નારાયણ, આંન્દ્રે રસેલ (કેકેઆર), વોર્નર, ભુવનેશ્વર કુમાર (હૈદરાબાદ), અક્ષર પટેલ (પંજાબ), સ્ટિવ સ્મિથ (રાજસ્થાન) પહેલાથી જ રિટેન થઈ ચૂક્યા છે.
રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબે ફક્ત એક-એક ખેલાડી રિટેન કર્યા છે. જેના પરથી બંને ફ્રેન્ચાઇઝી આખી ટીમ બદલવાના હોય તે સ્પષ્ટ દેખાય છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના જૂના ખેલાડીઓ ઉપર દાવ લગાવ્યો છે.
બધી ફ્રેન્ચાઇઝી પાસે ટીમ બનાવવા માટે 80-80 કરોડ રૂપિયાનું પર્સ છે. પણ ખેલાડીઓને રિટેન કરવાની સાથે આ ટીમો પોતાનું પર્સ ઓછું કરી ચૂકી છે. અનકેપ્ડ ખેલીડીની બેસ પ્રાઇઝ 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયા પહેશે. રાહુલ ત્રિપાઠી, કુણાલ પંડ્યા, નીતીશ રાણા, મનન વોહરા, બાસિલ થમ્પી અનકેપ્ડ ખેલાડીઓમાં સૌથી મોટી બોલી મેળવનાર ખેલાડી બની શકે છે.
બેંગ્લુરુઃ આજથી બે દિવસ એટલેકે 27 અને 28 જાન્યુઆરીના રોજ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે. આજે સવારે ઓક્શનની શરૂઆત થતાં જ ગણતરીની મિનિટોમાં હૈદરાબાદની ટીમે શિખર ધવનને 5 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે અશ્વિનને 7 કરોડ 60 લાખમાં ખરીદ્યો હતો. અશ્વિન અને ધવનની બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. પ્રથમ રાઉન્ડમાં ક્રિસ ગેલને કોઇએ ખરીદ્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને 5 કરોડ 40 લાખ રૂપિયામાં રિટેન કર્યો છે.હરભજનને ચેન્નઇએ અને બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને 2-2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. લોકેશ રાહુલને 11 કરોડ રૂપિયા અને યુવરાજ સિંહને 2 કરોડ રૂપિયામાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા હતા. ક્રિસ લિનને 9 કરોડમાં કોલકાતાની ટીમે ખરીદ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -