વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વન ડેમાં કોહલી-રોહિત સહિત આ રહ્યા જીતના હીરો, જાણો વિગત
વિરાટ કોહલીઃ 323 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમે શિખર ધવનની વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ કેપ્ટન કોહલીએ રોહિત શર્મા સાથે મળી કેરેબિયન બોલરો પર કાળ બનીને ત્રાટક્યો હતો. કોહલીએ 140 રનની ઈનિંગ રમવા સહિત વન ડે કરિયરની 36મી સદી પણ ફટકારી હતી. ઉપરાંત અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા. કોહલીની આ ઈનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રોહિત શર્માઃ રોહિત શર્મા 152 રન બનાવી અણનમ રહ્યો હતો. કરિયરની 20મી સદી ફટકારવાની સાથે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. ઉપરાંત ટેસ્ટ ક્રિકેટ રમતા જૂના 9 દેશ સામે સદી ફટકારવાનો વિક્રમ પણ રચ્યો હતો.
યઝુવેન્દ્ર ચહલઃ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય બોલરોની ધોલાઇ કરતા હતા તેવા સમયે ચહલે 10 ઓવરના સ્પેલમાં 41 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝના સૌથી અનુભવી બેટ્સમેન માર્લેન સેમ્યુઅલ્સને ખાતું પણ ખોલવા દીધું નહોતું.
રવિન્દ્ર જાડેજાઃ જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી આક્રમક બેટિંગ કરીને સદી મારનારા હેટમેયરની વિકેટ લેવા સહિત 10 ઓવરમાં 66 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
ગુવાહાટીઃ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. ભારતની આ જીતમાં કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માનો સિંહફાળો હતો. આ બંને સિવાય પણ ભારતની જીતમાં આ ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું.