નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને 2011નો વર્લ્ડકપ અને 2007નો ટી20 વિશ્વકપ જીતાડનારો વિકેટકિપર બેટ્સમેન ધોનીના સંન્યાસને લઈ ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. એક રિપોર્ટ મુજબ ધોની વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે અને ટી-20 સીરિઝ માટે ખુદને ઉપલબ્ધ બતાવ્યો નથી. ધોની થોડો સમય ટીમ ઈન્ડિયા સાથે રહેશે ને ટીમના બદલાવમાં યોગદાન આપશે.




રિપોર્ટ મુજબ ધોની હવે ટીમ ઈન્ડિયાના પ્રથમ વિકેટકિપર તરીકે પણ ટીમ સાથે પ્રવાસ નહીં કરે. ધોનીનું સ્થાન પંત લશે. તે સંન્યાસ નહીં લે ત્યાં સુધી યુવા વિકેટકિપરને અનુભવી બનાવશે. આ દરમિયાન ટીમમાં બદલાવમાં મદદ કરશે.



ધોનીના આ ફેંસલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટીમનો હિસ્સો રહેશ પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં નહીં રમે. પરંતુ બદલાવની આ પ્રક્રિયામાં તે ભારતીય ટીમ માટે પંતની રમતમં સુધારો કરવાનું કામ કરશે.



રિપોર્ટ પ્રમાણે દિનેશ કાર્તિક પણ ટીમનો સભ્ય રહેશે પરંતુ હવે તે 34 વર્ષનો થઈ ગયો છે તેથી કેટલો ફિટ સમજવો તે પસંદગીકર્તા પર નિર્ભર છે. આ સ્થિતિમાં તેને ધોનીના સ્થાને મોકો આપવા અંગે વિચાર કરી શકાય નહીં.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક, જાણો કોણ કોણ છે દાવેદાર