નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019નું ચેમ્પિયન ઇંગ્લેન્ડ બન્યુ, આ સાથે જ સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની ટ્વીટ અને રિટ્વીટ થવાનુ શરૂ થઇ ગયુ હતુ. હવે દિલ્હીના આપના નેતા કુમાર વિશ્વાસે ખાસ ટ્વીટ કરીને વધુ એક રોમાંચ ભરી દીધો છે. કુમાર વિશ્વાસે ભારતીયોનો ક્રિકેટ પ્રત્યેનો જોશ બતાવતા ટ્વીટ કર્યુ હતુ.

14 જુલાઇએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં વર્લ્ડકપ 2019ની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ઇંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બન્યુ, 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બન્યા છતાં ઇંગ્લિશ ફેન્સે કંઇ ખાસ ઉજવણી ના કરી.



કુમાર વિશ્વાસે એક ટ્વીટ કરીને વીડિયો તસવીર બતાવી છે જે ઇંગ્લેન્ડની છે, જ્યાં આટલી મોટી ઇવેન્ટની જીત છતાં ગલીઓ સુમસામ લાગી રહી હતી. આને ઉલ્લેખનીને ભારતીયોનો જોશ બતાવતા કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યું કે જો ભારતીય ટીમ ફાઇનલ જીતી હોત તો અમે આખા દેશમાં ધૂમાડો ધૂમાડો કરી નાંખતા, અને આ ગોરાઓ બેસ્વાદ લોકો છે.