નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યા બાદ ભારતના તમામ ક્રિકેટ ફેન્સની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી છે. મેચમાં ધોની 50 રન બનાવી રનઆઉટ થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે વિકેટ વચ્ચે દોડવામાં કુશળ  ધોની આંતરરાષ્ટ્રીય વન ડે કરિયરમાં કેટલી વખત રન આઉટ થયો છે?




મહેન્દ્ર સિંહ ધોની 350 વન ડે મેચની 297 ઈનિંગમાં 16  વખત રન આઉટ થયો છે. ધોની વન ડે કરિટરની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે રન આઉટ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં પણ તે રન આઉટ થયો હતો.  ન્યૂઝીલેન્ડ સામેની મેચ જો ધોનીની કરિયરની અંતિમ વન ડે મેચ હોય અને હવે નિવૃત્તિની જાહેર કરે તો તેના નામે કરિયરની પ્રથમ અને અંતિમ મેચમાં રન આઉટ થવાનો અનોખો રેકોર્ડ નોંધાઈ જશે.



ધોનીએ વન ડે કરિયરમાં 10773 રન બનાવ્યા છે. જેમાં તે 18 વખત LBW,  138 વખત કેચ આઉટ અને 2 વાર સ્ટમ્પિંગ થયો છે. જ્યારે 84 ઈનિંગમાં તે નોટ આઉટ રહ્યો છે.