India vs China Womens Asian Champions Trophy Final Head To Head: ભારત અને ચીનની મહિલા ટીમો આજે એટલે કે બુધવાર, 20 નવેમ્બરે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવા માટે કોઈ મેચ હાર્યું નથી, જ્યારે ચીન એક મેચ હારી ગયું હતું. તો ચાલો જાણીએ બન્ને ટીમો વચ્ચેના હેડ ટૂ હેડ આંકડા...
ભારત અને ચીનના હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ચીનની હૉકી મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 46 મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે માત્ર 12 મેચ જીતી છે જ્યારે ચીન 28 મેચ જીત્યું છે. બંને વચ્ચે કુલ 6 મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી. બંને વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 58 ગૉલ કર્યા હતા જ્યારે ચીન દ્વારા કુલ 80 ગૉલ થયા હતા. ચીનની મહિલા ટીમ ભારત કરતા ઘણી આગળ દેખાઈ રહી છે.
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી ચૂક્યુ છે ભારત
નોંધનીય છે કે, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024માં ફાઈનલ પહેલા ભારત અને ચીનની ટીમો આમને સામને આવી ચૂકી છે. આ મેચમાં ભારતીય ટીમે 3-0થી જીત મેળવી હતી. આ સંદર્ભમાં, હાલમાં ભારતીય ટીમ ચીન કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે.
આ સિવાય ભારત અને ચીનની ટીમો ફાઇનલમાં પહોંચવા સુધી સેમિફાઇનલ સહિત કુલ 5-5 મેચ રમી હતી. ભારતે તમામ 5 મેચ જીતી હતી, જ્યારે ચીન માત્ર 4 મેચ જીત્યું હતું. અહીં પણ ટીમ ઈન્ડિયા આગળ જોઈ રહી છે. આવી સ્થિતિમાં, ટાઈટલ મેચમાં કઈ ટીમ કોના પર વિજય મેળવશે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત અને ચીન વચ્ચે ટાઈટલ મેચ આજે એટલે કે 20 ઓક્ટોબર, બુધવારે બિહારના રાજગીર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે.
આ પણ વાંચો